Wednesday, July 8, 2020

Inspirational Story

બસ આવું જ સપનું એક કર્ણાટક ના નાનકડા ગામડામાં રહેતા ખેડૂત ના દિકરા એ ૧૪ વર્ષની ઉંમરે ટીવી પર આવતા એક કાર્યક્રમમાં ડ્રોન જોયુ ને તેના દિમાગમાં તેના પ્રત્યે આકર્ષણ ઉભુ થયું તે જોતો ગયો વિચારતો ગયો શીખતો ગયો યાદ રાખો તે એક ગરીબ માં-બાપનો દિકરો હતો મતલબ આ બધુ કરતો હતો ત્યારે તેને રોજીદા જીવનમાં તકલીફો તો પડતી જ હતી. પરંતુ મહેનત કરતા કરતા ફક્ત ૧૬વર્ષની નાની ઉંમરે તેને પોતાનું ડ્રોન વિમાન બનાવ્યું તમને જાણીને નવાઈ લાગશે કે તેણે પહેલું ડ્રોન બનાવ્યું ત્યારે તેણે ૫૦/૬૦ પ્રયત્ન કર્યા તેમા નિષ્ફળ ગયોને ત્યારબાદ બન્યું હવે તેના પાસે પૈસા તો હતા નહી માટે તેણે ટેકનોલોજીકલ વેસ્ટ ( કચરો ) તેનો ઉપયોગ કર્યો જે તેને સસ્તામાં મળી જતો હતો. આટલું કરતા તેને સ્થાનિક લેવલ પર થોડી પ્રસિદ્ધિ મળી પણ તે પ્રસિદ્ધિ એટલી ના હતી કે તેને આર્થિક સહયોગ મળે તેને ભણવુ હતું એનેજીનરીંગ પરંતુ નાણા ની અગવડતાના કારણે તેણે Bsc કર્યું અરે તે ભણવાના પણ પુરતા પૈસા ના હતા તો તે કેટલાય દિવસો નજીકના બસ ડેપો મા રહ્યો હા તમે બરોબર વાંચ્યું તે બસ ડેપો માં રહ્યો ને જાહેર શૌચાલયમાં કપડા ધોયા. તેને ખ્યાલ હતો કે ઈન્ટરનેટ પર ઘણી માહિતી મળી રહે છે પરંતુ સાયબર કાફેમાં જવાના પૈસા હતા નહી તો તેણે સાયબર કાફે માં ઝાડુ પોતા કરવાની નોકરી કરી લીધી બદલામાં પગાર નહી એક કલાક નેટ વાપરવા મળે. આવી જ રીતે તે ડ્રોન વિજ્ઞાન બાબતે વૈશ્વિક અભિગમ શીખ્યો. ધીરે ધીરે તેને ધ્યાનમાં આવ્યું કે રાષ્ટ્રીય ને આંતરરાષ્ટ્રીય સ્તર પર આવી કેટલીક સ્પર્ધાઓ થાય છે. તેને “Japan” માં યોજાનારી યંગ સાયંન્ટીસ્ટ ની સ્પર્ધામાં ભાગ લીધો પરંતુ ત્યાની એન્ટ્રી ફીસ ૬૦,૦૦૦₹ હતી એવામાં જ કોઈ ભલા માણસે તે પૈસા ગોઠવી આપ્યા યાદ રાખો તમારું સપનું પવિત્ર હોય તો પૈસા વગર કામ અટકતું નથી. પણ ટિકીટના પૈસા ત્યા જઈને રહેવાના પૈસા ખુટે હજુ તો એટલામાં તેની માં એ પોતાનું સોનાનું મંગળ સુત્ર વેચવાનું નક્કી કર્યું તે વેચીને પ્રતાપ જાપાન પહોંચ્યા. તે તેની જિંદગીમાં પહેલીવાર પ્લેનમાં બેઠો હતો. હવે ત્યા પહોંચ્યો ત્યારે તેની પોકેટમાં ₹૧,૫૦૦ જ માત્ર હતા તેણે તુટેલી ફુટેલી અંગ્રેજીમાં લોકો સાથે વાત કરી તો જાણવા મળ્યું કે જો બુલેટ ટ્રેન માં જશે તો પૈસા ખુટી જશે એટલે તેણે સાદી ટ્રેન માં પહોંચવાનું નક્કી કર્યું એક જગ્યા એ તો પૈસા ન આપવા પડે તેના માટે ૦૭/૦૮ કીલોમીટર ચાલ્યો. “જવાની હૈ દિવાની” ફિલ્મમાં રણબીર કહે છે “मे उड़ना चाहता हूँ, दौड़ना चाहता हूँ, अरे गिरना भी चाहता हूँ, बस रुकना नहीं चाहता।” બસ આ ડાયલોગ પ્રતાપ ને જ લાગુ પડે. જાપાનની સ્પર્ધામાં લગભગ ૧૨૭ દેશો ના લોકો એ ભાગ લીધો હતો બધા પોત પોતાના બનાવેલા મોડેલ સાથે સજ્જ હતા ઉપરાંત એકદમ ફ્લુયન્ટ અંગ્રેજી પાછું. એક્ઝીબીશન પુરૂ થયું વિજેતાઓ ની ઘોષણા ટોપ ટેન માં ૧૦ નંબર થી જાહેર થઈ ત્યા જ પ્રતાપ સમજી ગયો કે આપણે આજે ગયા કામથી હ્દય બેસી ગયું કપાળ પર પરસેવો વળી ગયો ધબકારા ૭૨/૭૫ થી ૯૦ થઈ ગયા. તેની નજરની સમક્ષ તેના માતૃ ની આશા ભરી નજર તેના પિતાનું આત્મવિશ્વાસ વાળુ મો તરવા લાગ્યું આમ કરતા કરતા નંબર એક ની જાહેરાત થઈ “મીસ્ટર પ્રતાપ ફ્રોમ ઈન્ડીયા.” બસ પછી તો તેમની ગાડી નીકળી જ પડી અસંખ્ય દેશો તરફ થી મોટી મોટી ઓફરો આવી રહી છે પરંતુ તેઓનું કહેવું છે જે કરીશ તે દેશ માટે જ કરીશ હાલ માં તેમની ઉંમર ૨૨ વર્ષ ની છે. હાલમાં જ આ વાત મોદીજી સુધી પહોંચતા તેમને ભારતની સંરક્ષણ વિજ્ઞાન ની શાખા DRDO ને તેમની જવાબદારી સોંપી છે જે ખૂબ મોટી વાત છે. તેમને ૬૦૦+ ડ્રોન બનાવ્યા છે. આટલા સંઘર્ષ બાબતે કોઈએ તેને પુછ્યુ કે તને કશે પણ ડર લાગ્યો નહી? તો પ્રતાપ નો જવાબ ખૂબ મસ્ત હતો. “મે મારા ખાલી પોકેટમાં સ્વ. અબ્દુલ કલામજી નો ફોટો રાખ્યો હતો બસ તેમને જોતો એટલે આત્મવિશ્વાસ આવી જતો ને ઊંડો શ્વાસ લઈને પાછો કામો લાગી જતો મને થતું કે બધા રસ્તા થઈ જશે.” બસ આ કેસ તે તમામ યુવાનો માટે ઉદાહરણરૂપ છે જે લોકો બહાના/પરિસ્થિતિ ને આગળ ધરી ને છટકી જાય છે. ઘણી બધી બાબતોમાં પ્રતાપ હિમ્મત હારી જાય તેમ હતો છતા જૂઓ પ્રકૃતિ એ તેના માટે રસ્તો કરી જ મુક્યો....!!

No comments: